“સાજન સાજન હું કરું
મારો સાજન કેમ ના આવે
હાથે લાખાવ્યું હોંથે સજાવ્યું
હૈયે ચિત્રાવ્યું એનું નામ
તોયે સાજન કેમ તડપવે”
“અરજી રે અરજી એટલી સંભાળજો રે
સાજનજી ના કરતા પીયુ આટલી વાર રે
થાકી રે થાકી આંખ સુતી ના જાગી
રાતોં લાંબી લાગે છે આજ રે”
કેડે કટારી અલબેલી લાડી
અમે હાલર શહેર ગ્યાતા
કેડે કટારી અલબેલી લાડી
અમે હાલર શહેર ગ્યાતા
એવા હાલર શહેરના હાથી
લઈને ગોરી તારે મોલ આવ્યા
એવા હાલર શહેરના હાથી
લઈને ગોરી તારે મોલ આવ્યા
કહી દ્યો ને કયાં રહી ગયા
પીયુ તમે મોડા કેમ આવ્યા
કહી દ્યો ને કયાં રહી ગયા
પીયુ તમે મોડા કેમ આવ્યા
ચાંદો વધે ને ચાંદો ઘટે કે
પ્રેમ આ, ઘટશે ના કદી
ચાંદો વધે ને ચાંદો ઘટે કે
પ્રેમ આ, ઘટશે ના કદી
દરિયે ભલે ને ભરતી ઓટ રે
પ્રેમ આ ખૂંઠશે ના કદી
લઈ લે ને સમ તને આપું કસમ
તને જોઈ ના શકુન હૂં રિસાતા
લઈ લે ને સમ તને આપું કસમ
તને જોઈ ના શકુન હૂં રિસાતા
જન્મો જન્મના સાથી
બનવા ગોરી તારે મોલ આવ્યા
એવા જમનો જન્મ ના સાથી
બનવા ગોરી તારે મોલ આવ્યા
કહી દ્યો ને ક્યાન રહી ગ્યા’તા
પીયુ તમે મોડા કેમ આવ્યા
“હે સાજન પ્રીત્યું આપની
ને આવી મિલનની રાત
જેમ નભમાં તારા ઝલહળે
એવો તારો ને મારો સંગાથ
એવો તારો ને મારો સંગાથ”