9. મારા ઠાકર નાનાને નીંદરાળા


હાલી રે હાલી મારા વાલાની
જાનું મારે પરણાવા જાવું
હો…હાલી રે હાલી મારા ઠાકરની
જાનું મારે પરણાવા જાવું

હો મારા ઠાકર નાના ને નીંદરાળા
હો મારા ઠાકર નાના ને નખરાળા
જાજી જોખમ વાળા માળા રાજ
ઠાકરની જાનું હાલી રે….બજારે
વાલાની જાનું હાલી રે……બજારે
કિયો વેવાઈ પોંખે માણારાજ
હો…હજારો હાથીડા જાનરે જોડાવીશું
રુમઝુમ ઘોડલિયે વરઘોડો
કે લાલા ટેરો ઠાઠ ને ઠઠારો
માધવ મારો લાગે બહુ રૂપાળો
જાડી જાણું જોડી માણારાજ
હો મારા ઠાકર નાના ને નીંદરાળા
હો મારા ઠાકર નાના ને નખરાળા
જાજી જોખમ વાળા માણારાજ
જાદવ કુળના મોભી માણારાજ

હો હાથે હરલીયા પીળી પાઘડીયે
લાડુડો રૂડો લાગેજો
વર ચડયો છે ઘોડે જાનૈયા
ધીરા ધીરા હાલજો
હો ઝરમરિયા વાઘા જગના રાજા
મોરલી લઇને હાથે જો
પરણે મારો શેઠ શામળિયો
તુલસી માની સાથે જો
હો હૈયાના હઠીલા કાનકુંવર મારા જો
હસે પોખજો આંગણિયે આવ્યા તમારા
કે જાન માં જાજુ જબરું માણા
પરણે મારા ભરવાડના ભાણા
હાચવી તારા ટાણા માળા રાજ
હો મારો ઠાકર નાના ને નીંદરાળો
હો મારો ઠાકર નાના ને નખરાળો
જાજી જોખમ વાળો માણારાજ
તુલસી માં ને પરણે મારો લાલ

હો મુંધેરા માંડવે લીલા તોરણીએ
જાનીવાલાની પધારી જો
હરખની હેલીએ તમારી ડેલીએ
તુલસીમાં વધાવી લો
હો હો હો ઉતાવળ રાખી જાનૈયાને
ઉતારા દેવરાવજો
મોંઘેરા છે મારા ઠાકરના મહેમાન
ઢોલિયા ઢળાવજો
તુલસીમાંની ડેલીએ માન તમને જાજા
ભલે રે પધાર્યા વર..રાજા
કે વાગે રૂડા શરણાયું ને વાજા
ફેરા ફરે ચારજુગના રાજા
એવા ઠાકર મારા માણારાજ
હો મારા ઠાકર નાના ને નીંદરાળા
હો મારા ઠાકર નાના ને નખરાળા
જાજી જોખમ વાળા માણારાજ
હા…જાજી જોખમ વાળા માણારાજ


Leave a Reply

Your email address will not be published.