129 બંગડી તારા નામની પેરવી


હે કોઈ પારકાની વેટી મારા હાથે ના શોભે હાથે ના શોભે
અરે અરે કોઈ પારકાની વેટી મારા હાથે ના શોભે
પારકાની વેટી મારા હાથે ના શોભે
બંગડી તારા નામની પેરવી છે
હે તારા નામ વગર મહેંદી મારા હાથે ના શોભે
નામ વગર મહેંદી હાથે ના શોભે
બંગડી તારા નામની પેરવી છે

હો ઓઢી છે ઓઢણી મેં તારા રે નામની
તારા વગર મારી જિંદગી શું કોમની
હે કોઈ પારકાનું પાનેતર મારા માથે ના શોભે
પારકું પાનેતર માથે ના શોભે
બંગડી તારા નામની પેરવી છે
અરે અરે બંગડી તારા નામની પેરવી છે…

હો અલ્યા પ્રેમ વગરની જિંદગી નકોમી
તારા મારા પ્રેમમાં કાઢે કોણ ખોમી
હો જોડી અમારી ભગવાને બનાઈ
ઓ રે મારા રોમ તારી બહુ મહેરબાની
હો મારા માટે તું બસ લાખોમાં એક છે
પ્રેમની નિશાની દોતે હોનાની રેખ છે
હે કોઈની આલેલી ગિફ્ટ મારા હાથે ના શોભે
આલેલી ગિફ્ટ મારા હાથે ના શોભે
બંગડી તારા નામની પેરવી છે
હો બંગડી તારા નામની પેરવી છે

હો મારી જિંદગીમાં બીજું કોઈ નહીં આવે
મારા જેવો પ્રેમ સાયબા કોઈ નહીં નિભાવે
હો તારા વગર ઘડીક ચાલે ના મારે
લવ કર્યો લગન કરીશ તારી હારે…
હો તું મારી દુનિયાને તું જ મારો પ્યાર છે
તારા વગર આ જિંદગી બેકાર છે
હે તારા નામ વગર મહેંદી મારા હાથે ના શોભે
નામની પીઠી મારા અંગે રે ચડે
બંગડી તારા નામની પેરવી છે
અરે અરે બંગડી તારા નામની પેરવી છે
ઓ પાનેતર તારા નામનું ઓઢવું છે…


Leave a Reply

Your email address will not be published.