132 વાલીડા મારાં મનડાંના મીત


હો તમે વાલીડા મારાં મનડાં ના મીત
ગુંજે સે હૈયા માં તમારા ગીત
તમારા થી છે સાયબા સાચી મારે પ્રીત
હો રેજો મારી હારે તમારા થી છે જીત
ગુંજે સે હૈયા માં તમારા ગીત
તમારા થી છે સાયબા સાચી મારે પ્રીત
હો રેહવું તારા સથવારે ભલે સુખ દુઃખ આવે
હો તમે વાલીડા મારાં મનડાં ના મીત
ગુંજે સે હૈયા માં તમારા ગીત
તમારા થી છે સાયબા સાચી મારે પ્રીત

હો કોલ તો તમે દીધા કોલ પણ અમે દીધા
જોડે જીવવાના સોંગદ પણ ખઈ લીધા
હો તારાથી સાંજ મારે તારાથી સવાર રે
ક્યારે ના કરતા જુદા જીવવાનો રે
હો મારાં જીવ માં જીવ તારો
મારાં દલ નો તું ધબકારો
હો તમે વાલીડા મારાં મનડાં ના મીત
ગુંજે સે હૈયા માં તમારા ગીત
તમારા થી છે સાયબા સાચી મારે પ્રીત

હો માંગ્યા તા તમને અમે તમે મળી ગયા
જોયેલા સપના માંરા પુરા આજ થઇ ગયા
હો આયા મારાં જીવન માં ને મળ્યા સઘળા સુખ રે
નથી રહ્યા હવે મારે સપને પણ દુઃખ રે
હો માનુ ખુદ ને હું નસીબદાર મળ્યો મને તારો પ્યાર
હો તમે વાલીડા મારાં મનડાં ના મીત
ગુંજે સે હૈયા માં તમારા ગીત
તમારા થી છે સાયબા સાચી મારે પ્રીત


Leave a Reply

Your email address will not be published.