દિલ તારું હશે મજબૂર
હે દિલ તારું હશે મજબૂર
નકેતું એ કરતી ના મને દૂર
હો આંખો મારી રડી રહી બહુ
બોલ તને એ કયા શબ્દોમાં કહું
હો યાદો તમારી મારા દિલમાં ભરપૂર
ઉતરી ગયું રે મારી આંખોનું નૂર
હે ધીરજ રાખી હવે બહુ
બોલ તને કયા શબ્દોમાં કહું
હે દિલ તારું હશે મજબૂર
નકેતું એ કરતી ના મને દૂર
હંઘરી રાખજે ફોટા મારા જોવા કામ આવશે
આજ નહીં તો કાલે તને યાદ મારી આવશે
ચાર દાડાનું સુખ જોઈને તમે પડ્યા છેટા
ભૂલી ગયા આજ મને જે રહી નતા શકતા
દુનિયા આ પ્રેમની દુશ્મન બની
જિંદગી નહીં જાય મારી તારા વણી
દુનિયા આ પ્રેમની દુશ્મન બની
જિંદગી નહીં જાય મારી તારા વણી
કેમ કરી હવે ચૂપ રહું બોલ તને
એ કયા શબ્દોમાં કહું
હે દિલ તારું હશે મજબૂર
નકેતું એ કરતી ના મને દૂર
હો વાત કરી દિલની મને જીવથી જુદા પડ્યા
યાદ કરીને પાગલ તને દિલથી અમે રડ્યા
વગર મોરે તમે તો મારવાના દાડા લાયા
સમય ના રહ્યો સુખનો મારે દુખના દાડા આયા
મોહબ્બતનો અંજામ હારો નથી
પ્રેમ છે એક દરિયો કિનારો નથી
મોહબ્બતનો અંજામ હારો નથી
પ્રેમ છે એક દરિયો કિનારો નથી
અરે તારાથી જુદો કેમ રહું પણ તને
એક કયા શબ્દોમાં કહું
હે દિલ તારું હશે મજબૂર
નકેતું એ કરતી ના મને દૂર