71 ગળા ના હમ


હું નહીં ભૂલું યાદ રાખજે
પેલા રે પ્રેમની લાજ રાખજે
જોજે ના તૂટે વિસવાસ જો
નહી છૂટે તારો મારો સાથ જો
તને મારા ગળાના રે હમશે
હો જાનુ તને મારા ગળાના રે હમશે
હું નહીં ભૂલું યાદ રાખજે
પેલા રે પ્રેમની લાજ રાખજે
તને મારા ગળાના રે હમશે
હો જાનુ તને મારા ગળાના રે હમશે

તું મારો જીવશે એવું મને કહેતી
તારા આ જીવને ભૂલી ના જાતી
પ્રેમનો મજાક મારો થવા ના દેતી
મળવું હોય તો પૂછવા ન રેતી
દીધેલા વચન તું પાળજે
કોક દાડાં ખબરો લેવા આવજે
તને મારા ગળાના રે હમશે
હો જાનુ તને મારા ગળાના રે હમશે

હવે જીવવું પડશે તારા વિના મારે
ચાલે શ્વાસ તારી યાદોના સહારે
રડતી આંખે આવવું પડશે
તારે જીગો તારો જતો રહેશે જે દાડે
હોમે મળું તો ઓળખણ રાખજે
થોડી ઘણી નજર લાવજે
તને મારા ગળાના રે હમશે
હો જાનુ તને મારા ગળાના રે હમશે


Leave a Reply

Your email address will not be published.