મારા નેહડા મા આવી એક નમણી નાગરવેલ
મારા નેહડા મા આવી એક નમણી નાગરવેલ
હે નમણી નાગરવેલ લાગે ધડકતી એ ઢેલ
તારા ઘર ના ભરવા પાણી હું તો લઈને આવી હેલ
તારા ઘર ના ભરવા પાણી હું તો લઈને આવી હેલ
લઈને આવી હેલ હવે ઉતાર મારા છેલ
મારા નેહડા મા આવી એક નમણી નાગરવેલ
તારા ઘર ના ભરવા પાણી હું તો લઈને આવી હેલ…
ઓ આછા ઘૂંઘટડે મેં તો તમને રે જોયા તમને રે જોયા
અમને રે જોયા માટે મનડા રે મોયા
હે તમને રે જોતા થઈ પ્રીત ની રેલમછેલ
તારા ઘર ના ભરવા પાણી હું તો લઈને આવી હેલ
મારા નેહડા મા આવી એક નમણી નાગરવેલ
મળતા રે વેત તમે કામણ કીધુ કામણ કીધુ
કામણ કીધુ ને દલડુ મેં તો દિધુ
હે ખબર ના પડી મુઝને કોને કરીતિ પહેલ
તારા ઘર ના ભરવા પાણી હું તો લઈને આવી હેલ
મારા નેહડા મા આવી એક નમણી નાગરવેલ…
હે નમણી નાગરવેલ લાગે ધડકતી એ ઢેલ
મારા નેહડા મા આવી એક નમણી નાગરવેલ
તારા ઘર ના ભરવા પાણી હું તો લઈને આવી હેલ
મારા નેહડા મા આવી એક નમણી નાગરવેલ
તારા ઘર ના ભરવા પાણી હું તો લઈને આવી હેલ…