હે ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ
ચાંદો ઊગ્યો ચોકમાં
હે લેરીડા હરણ્યું આથમી રે
હાલાર શેરમાં રે અરજણિયા
હે પાવો રે વગાડ મા ઘાયલ
હે પાવો રે વગાડ મા ઘાયલ પાવો રે વગાડમા
પાવાના સુરે મન મોયા અરજણિયા
પાવાના સુરે મન મોયા અરજણિયા
હે ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઊગ્યો ચોકમાં
હરણ્યું આથમી રે હાલાર શેરમાં રે અરજણિયા…
હે ઝાંપે મારી ઝૂંપડી ઘાયલ
હે ઝાંપે મારી ઝૂંપડી ઘાયલ ઝાંપે મારી ઝૂંપડી
આવતા જાતાનો વાહો કરજે ગોરાંદે
આવતા જાતાનો વાહો કરજે ગોરાંદે
હે ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઊગ્યો ચોકમાં
હરણ્યું આથમી રે હાલાર શેરમાં ગોરાંદે…