લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ
લીંબુડા ઝૂલે તારા બાગમાં
લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ
લીંબુડા ઝૂલે તારા બાગમાં
હેજી મારો હઠીલો ઝૂલે દરબાર રે વાલા મારા
લીંબુડા ઝૂલે તારા બાગમાં
હેજી મારો હઠીલો ઝૂલે દરબાર રે વાલા મારા
લીંબુડા ઝૂલે તારા બાગમાં
એ લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ
લીંબુડા ઝૂલે તારા બાગમાં
લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ
લીંબુડા ઝૂલે તારા બાગમાં…
ઉતારા દેશુ તમને ઓરડા છબીલા લાલ
ઉતારા દેશુ તમને ઓરડા
ઉતારા દેશુ તમને ઓરડા છબીલા લાલ
ઉતારા દેશુ તમને ઓરડા
હેજી તમને દેશુ મેડીના મોલ રે વાલા મારા
લીંબુડા ઝૂલે તારા બાગમાં
હેજી તમને દેશુ મેડીના મોલ રે વાલા મારા
લીંબુડા ઝૂલે તારા બાગમાં