રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલીને
તારી તલવારે ત્રણ ફૂમકા
હે તારી બંધુકે ઘમસાણું
ગોવાળિયા રમો મારગડો મેલીને
રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલીને
તારા પગે રાઠોડી મોજડ
હે તુતો હાલે ચટક્તી ચાલે
ગોવાળિયા રમો મારગડો મેલીને
રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલીને
તારી બાહે બાજુબંધ બેરખા
હે તારી દસેય આંગળીએ વેઢ
ગોવાળિયા રમો મારગડો મેલીને
રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલીને
તારી તલવારે ત્રણ ફૂમકા
હે તારી બંધુકે ઘમસાણું
ગોવાળિયા રમો મારગડો મેલી ને
રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલીને
તારા પગે રાઠોડી મોજડ
હે તુતો હાલે ચટક્તી ચાલે
ગોવાળિયા રમો મારગડો મેલીને
રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલીને