ઊંચી રે ચડું ને નીચે ઊતરું રે ઘોળી જાઉં‚
જોઉં રે મણિયારા તારી વાટ
મણિયારો રે જિયો ગોરલ જો સાયબા રે‚
ભૂંભળિયા નેણાં રો રે મણિયાર
આજ રે જોધાણા ગઢને મારગે રે ઘોળી જાઉં‚
ઝીણી રે ઊડે છે રે ગુલાલ
મણિયારડો રે જિયો ગોરલજો સાયબો મોરો‚
વાંકલડી મૂંછારો રે મણિયાર
તારા રે દેશમાં આંબા આંબલી રે ઘોળી જાઉં‚
મારા રે દેશમાં રે દાડમ ધ્રાખ
કોઈ રે મૂલવે હીરા મોતીડાં રે ઘોળી જાઉં‚
મેં તો રે મૂલવિયો રે મણિયાર