37 પ્રીતુ રે કરીને અમે ઘણું પછતાણા


નથી હરખાણાં અમે ખુબ પછતાણાં,
પ્રીતુ રે કરીને અમે ઘણું પછતાણા

તમ મન સોંપ્યા વ્હાલા તમારા ચરણમાં,
નિરાધાર થઇને અમે મનડે મુંઝાણા
પ્રિતુંરે કરીને

વેવારું વસીલો જાણી નેડલો મેં બાંધ્યો,
જેટલું ગુમાવ્યું એટલું નથી અમે કમાણાં
પ્રિતું રે કરીને

પાનેતર પહેરી વ્હાલા તારાથી પોખાણા,
વાટડીયું જોઇને મારા હૈડા વિંધાણા
પ્રિતું રે કરીને

38 ગાયુના ગોવાળિયા જટ ગાયુ લઇને
ગાયુના ગોવાળિયા જટ ગાયુ લઇને આવજો,
એના વાછરડું ભાંભરેને વલખા મારે રે,
ભડવાડીયા જટ ગાયુ લઇને આવજો.

ગાયનાં દુજાણે નેહડે દીવા રે ઝબુકતા,
ઇરે ગાયુને ભુખી લઇને આવુ તો,
ભડવાડણ મુને ઠાકર ઠપકો દેશે રે
ગાયુના ગોવાળિયા….

ગોરલ રે ગાવડીના દુધ અમે તાહળીયુંમાં પીધાં,
એના રે વાછરું ને ભુખ્યાં રાખું તો
ભડવાડણ મુને ઠાકર ઠપકો દેશે રે
ગાયુના ગોવાળિયા….


Leave a Reply

Your email address will not be published.