સજન મારી પ્રિતડી સદીઓ પુરાણી,
ભુલીના ભુલાશે પ્રણય કહાણી,
સજન મારી પ્રીતડી
તમે મારા મનનાં મોહન જગથી દુલારા,
એક રે આ તનને જુદા રચાણાં કિનારા,
સુખમાં તમારા મારી સીમા રે સમાણી,
સજન મારી પ્રિતડી
સુહાગણ રહીને મરવું જીવવું તો સંગમાં,
પલપલ ભીજાવું તમને પ્રિતડીનાં રંગમાં,
સજન મારી પ્રિતડી
જીગરને અમીની આ તો રજની સુહાગી,
મળી રે જાણે સારસની જોડલી સુભાગી,
છાયા રૂપે નયનને પિંજરે પુરાણી,
સજન મારીપ્રિતડી