ઘમ્મર ઘમ્મર મારું વલોણું ગાજે,
શ્યામ આવીને મારી મટકી ફોડે,
મટકી ફોડેને મારા મહિડા ઢોળે,
શ્યામ આવીને મારી મટુકી ફોડે….(1)
મથુરાની જેલમાં કાનો જ જનમ્યો,
વાસુદેવે લઇને ટોપલાંમાં મેલ્યો,
ગોકુળિયામાં (2) મેલવાને જાય વાસુદેવ…
શ્યામ આવીને (2)
બેય કાંઠામાં જમુનાજી વહે છે,
વાસુદેવ મનમાં ઘણાં મુંઝાય છે,
જમનાજીમાં (2) કેડીયું પાડે મારો શ્યામ…
શ્યામ આવીને (3)
નંદબાવાને ઘેર નવલાખ દેનું,
માતા જશોદા મહિડાં વલોવે,
ગોપીઓના (2)ઘરમાં ચોરી કરે કાન…
શ્યામ આવીને (4)
ચાર પાંચ ગોવાળિયા ટોલે વળીને,
એકબીજાને ખભે ચડીને,
મટુકીમાં (2) મોરલી વગાડે મારો શ્યામ…
શ્યામ આવેને (5)
જમુનાને કાંઠે હુ તો મોરલી વગાડું,
મોરલી વગાડી તારા દલને રીઝાવું,
વાગી વાગી (2) મોરલીને ભુલી હું તો ભાન…
શ્યામ આવીને (6)
એક એક કાનને એક એક ગોપી,
તો યે કાનુડાએ રાધાને રોકી,
વનરાવનમાં (2) રાસ રમાડે મારો શ્યામ..
શ્યામ આવીને (7)
ચાર પાંચ ગોપીઓ ટોળે વળીને,
નંદબાવાને દ્વારે જઇને,
માતાજીની (2) સાથે જાય મારો શ્યામ..
શ્યામ આવીને (8)
ભોંઠા પડીને ગોપી ભગવાને લાગી,
નીચું જોઇને ગોપી દોડવાને લાગી,
બાલગોપાલ(2)મારા ઘરમાં રમે..
શ્યામ આવીને (9)
મામા તે કંસને મારી જ નાખ્યો,
માસી પુતનાના પ્રાણ જ હરીયા,
મથુરાનો (2) રાજા થઇને બેઠો મારો શ્યામ..
શ્યામ આવીને (10)