47 રૂડીને રંગીલી રે વ્હાલા તારી વાંસળી


રૂડીને રંગીલી રે,વ્હાલા તારી વાંસળી રે લોલ,
વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો.
આ પાણીડાની મધ્યે રે,
જીવણ જોવા નીસર્યા રે લોલ.

આ બેડાં મેલાં માન સરોવર પાળ જો,
આ ઇંઢોણી વળગાડી રે,
આંબલીયાની ડાળીએ રે લોલ.

આ ગોપી હાલ્યાં,વનરાવનની મોજાર જો,
આ કાનવર કોડીલા રે,
કેડો મારો રોકી ઉભા રે લોલ.

કેડો મારો મેલો, પાતળિયા ભગવાન જો,
આ બાપુની હઠીલી,
નણદલ બેડાં તોલ કરે રે લોલ.

આ વાગે તારા ઝાંઝરનો ઝંકાર જો,
આ હળવા હળવા હાલો તમે,
રાણી રાધિકા રે લોલ.

જીવલડો મારો આકુળ-વ્યાકુળ થાય જો.
આ કઇ રે આંખે રે દિઠા,
કામણગારા કાનને રે લોલ.

આ નીરખી નીરખી થઇ છું હું તો ન્યાલ જો,
આ નરસૈયાનાં સ્વામી અમને,
ભલે મળ્યા રે લોલ.


Leave a Reply

Your email address will not be published.