“લૂટી લિધૂને, હતુ તમારે જેટલુ લૂટવાંનુ
મૂકી ગયા બસ તમારી યાદો,
જેના નામે મારે જીંદગી રડવાનુ,
મને છોડી જો તમે ખુશ છો,
મને છોડી જો તમે ખુશ છો,
તો અમે પણ શીખી લઈશુ,
તમારા વગર જીવવાનુ”
ઘણુ જીવો રે વાલમજી……….૨
ઘણુ જીવો રે વાલમજી,ગમે તેના થઈ સાજણજી,
હવે જીવવુ કેમ રીજાવુ, મારે જોવાનુ સાજણજી,
જુગ જીવો તમ વાલમજી,મોજે ફરો તમ સાજણજી
રસતે સજડી, ભટકી, બનુ જોગણ હુ સાજણજી,
હો છોડી મને તમે, તમ તમારુ કરો યાર,
મારા નામનુ ના માથે રાખો તમે ભાર,
ભલે જીવતે ચીતે બળુ તોય તમારે શુ સાજણજી,
ઘણુ જીવો રે વાલમજી…
ભલે કાટાઓથી ભરી તમે જીંદગી અમારી,
તોય જીવી લઈશુ, કરી બંદગી તમારી,
હા કરીને બરબાદ ખરી રાખો તમ ખુમારી,
ઉજડી મને ભલે કરો, બીજી તમ સવારી,
હો લૂટી મારી લાજ મોજે કાઢો બીજે સાંજ,
કરેલા કરમ પર છે, તમને જો નાજ
ભલે પોતાની નજરોથી પડી મરી હુ સાજણજી,
ઘણુ જીવો રે વાલમજી…
હો નતુ રે વિચાર્યુ આમ જીવનમા થવાનુ
જેના નામે જીવના કર્યુ, એજ જીવ લેવાનો,
હો જતુ રે રયુ છે, જે હતુ રે જવાનુ,
જીવતે મારી ગ્યા છે પછી, મડદુ ક્યા મરવાનુ,
હો મારો જીવ લઇને જો મળે છે હૈયે હાસ,
ચાલો સામી ઉભી પુરી કરી લો ને આસ,
ભલે ટુકડા થઇને વિખરુ તોયે તમારે શુ સાજણજી,
ઘણુ જીવો રે વાલમજી…