15 જીવ આવે ને જાય તારી યાદમાં


જીવ આવેને જાય તારી યાદમાં
વાત દિલની કોઈને કહેવાય ના
જીવ આવે ને જાય તારી યાદમાં
વાત દિલની કોઈને કહેવાય ના
હો હાચો રે પ્રેમ હતો મારો
તોય જુદા પડવાનો આયો વારો
આંખો આંખથી મિલાવી તોડ્યો નાતો
તારી નારે સમજાણી મને વાતો

હો કોને બતાવું પ્રેમ હાચો
આજ આયો રડવાના મારે વારો
હો આંખોના આહુડાથી તરસ મેં છીપાવી
રાહમાં તમારી મે તો સેજ રે બિછાવી
સુના ઓરડાને સુની છે આ રાતો
વાતો મોંડુ તો થઇ જાય પ્રભાતો
હો કેમ કરીને આપુ હું દિલાસો
મારા થંભી રે જાય હવે શ્વાસો
હાચો રે પ્રેમ હતો મારો
તોય જુદા પડવાનો આયો વારો

હો મારા કણકણમાં તમે રે વસ્યા છો
તોય ના જાણું કેમ મુજથી રૂઠ્યાં છો
પ્રેમ પારખા આવા નોતા લેવા
અમને માનો તમે ના બીજા જેવા
તારો ચહેરો નથી રે ભુલાતો
મન ભરીને કરું કોને વાતો
હાચો રે પ્રેમ હતો મારો
તોય જુદા પડવાનો આયો વારો


Leave a Reply

Your email address will not be published.