ભલે દિલ ના દરવાજા હાવ તું વાખે
ભલે દિલ ના દરવાજા હાવ તું વાખે
ખોટે ખોટા આરોપ મારા પર નાખે
મારો રોમ રાખે એને કોણ ચાખે
હે ભલે આજે મારાથી અવળું તું તાકે
છોડી દીધી ભલે મને વગર વોકે
મારો રોમ રાખે એને કોણ ચાખે
હે હાચુ જૂઠું કોણ છે ભગવોન જાણે
ચમ કરી હમજાવી વાત મારે પરોણે
હે ભલે મનમાં તારા મેલ તું રાખે
ભાળે છે આજે બીજાની ઓખે
મારો રોમ રાખે એને કોણ ચાખે
હો મારો રોમ રાખે એને કોણ ચાખે
હો દૂખે છે માથું અને પેટ ના કૂટાય
પ્રેમ ભરેલી જિંદગી ઓમ કોઈની ના લૂંટાય
હે કોક ના વાદે ચઢી સાથ છોડી ના દેવાય
જોયા જોણ્યા વગર મોઢું ફેરવી ના લેવાય
હે સગી ઓખે ઓમ ઓધળું ના થવાય
પોતાના હોય એને પારકા ના ગણાય
હે ભલે વાત મારી તને ખોટી લાગે
મારાથી દૂર તું ભલે ને ભાગે
મારો રોમ રાખે એને કોણ ચાખે
હો મારો રોમ રાખે એને કોણ ચાખે
હો વાયરો ફરે એમ ફરી ના જવાય
દિલ માં રાખે એને દગો ના દેવાય
હે વોક ગુના વગર ના કોઈ ને રખડાવાય
જૂઠી વાતો હોંભળી ઓહું ના પડાવાય
હાચી વાતની તને જયારે ખબર પડશે
છોનું રાખનારું તને કોઈ ના મળશે
હે વળી જા પાછો નઈ તો વેળા વીતી જશે
તને હમજાય એ પેલા મોડું બોઉ થાશે
મારો રોમ રાખે એને કોણ ચાખે