આવવાના હતા પણ આયા નહિ
આવીજા ને હું તો તારી રાહ જોવું છું
યાદ કરીને તને રોજ રોવું છું
યાદ કરીને તને રોજ રોવું છું
રસ્તે બેસીને તારી રાહ જોવું છું
વાતો એ યાદ કરી આંખોમાં છે આંસુ
ક્યારે આવશે એ સમય ભેળા રે થાશું
મુલાકાત હવે એ કેમ નથી થાતી
જુદાઈ આ હવે મુજથી ના વેઠાતી
જાણે વાદળ વિના વરસાદો
મારા ચાંદ વિના સુની રાતો
યાદ કરીને તને રોજ રે રોવું છું
રસ્તે બેસીને તારી રાહ જોવું છું
રસ્તે બેસીને તારી રાહ જોવું છું
દિલની ધડકન તમને પોકારે
ખોવાયો છે દરિયો શોધું કયા રે કિનારે
વીતી ગઈ એ સમણાંની રાતો
ભૂલી ના શકું તોયે તારી વાતો
મળવાને તું હવે કેમ ના આવતો
આવીજાને મને કેમ રે સતાવતો
જાણે વાદળ વિના વરસાદો
મારા ચાંદ વિના સુની રાતો
યાદ કરીને તને રોજ રે રોવું છું
રસ્તે બેસીને તારી રાહ જોવું છું
રસ્તે બેસીને તારી રાહ જોવું છું
દિલના દરવાજે દસ્તક તમારી
કરીલોને થોડી તમે કદર અમારી
જિંદગીની મારી તમે છો સવારી
થઇ ગઈ હવે મને પ્રેમ ની બીમારી
દૂર થયા કેમ તમે મારા સાથી
ભૂલ આવી શું થઇ કહો ને મારાથી
જાણે વાદળ વિના વરસાદો
મારા ચાંદ વિના સુની રાતો
યાદ કરીને તને રોજ રે રોવું છું
રસ્તે બેસીને તારી રાહ જોવું છું
મારા ચાંદ વિના સુની રાતો
રસ્તે બેસીને તારી રાહ જોવું છું