43 મન્નત


હો તને હાથની હથેળીમાં રાખતા હતા
તને હાથની હથેળીમાં રાખતા હતા
ભગવાનથી પણ તારા માટે લડતા હતા
તને હાથની હથેળીમાં રાખતા હતા
ભગવાનથી પણ તારા માટે લડતા હતા
હો કેટલી મન્નતો મેં રાખી
કોઈ ચોખટ ના રાખી બાકી
ઓ યાર મારા તોયે મારા ના થયા તે ના થયા
ઓ યાર મારા તોયે મારા ના થયા તે ના થયા
હો તને હાથની હથેળીમાં રાખતા હતા
ભગવાનથી પણ તારા માટે લડતા હતા

કરેલા ઉજાગરા મારા કામ રે ના આયા
બદલાતી દુનિયામાં તમે બદલાણા
સપના રે સળગતા ને અમે રે તડપતા
મળવા માંગુ તોય તમે નથી મળતા
હો મોટી આશાઓ તુજથી રાખી
દિલના દરવાજા કેમ દીધા વાખી હો યાર મારા
તોયે મારા ના થયા તે ના જ થયા ઓ જીવ મારા
તોયે મારા ના થયા તે ના થયા
હો તને હાથની હથેળીમાં રાખતા હતા
ભગવાનથી પણ તારા માટે લડતા હતા

લાખો છે સવાલ ને જવાબ નથી મળતા
કયો ને મારી પાસે ક્યારે આવશો રે વળતા
દિલમાં રે વસેલા દિલને આજ કેમ નડતા
પ્રેમની રાહોમાં કેમ કાંટાઓ રે મળતા
તારી વાતમાં હતી હું રાજી
મેં તો દુનિયાથી લગાવી મેં બાજી ઓ યાર મારા
તોયે મારા ના થયા તે ના થયા ઓ ગોડા મારા
તોયે મારા ના થયા તે ના થયા
હો તને હાથની હથેળી માં રાખતા હતા
ભગવાનથી પણ તારા માટે લડતા હતા
હો કેટલી મન્નતો મેં રાખી
કોઈ ચોખટ ના રાખી બાકી ઓ યાર મારા
તોયે મારા ના થયા તે ના થયા ઓ યાર મારા


Leave a Reply

Your email address will not be published.