55 સાયબા તમને એક વાત કેવી


હે સાયબા સોભળો તો તમને એક વાત કેવી
હે બોલો બોલો ને સાજણ સુ વાત કેવી
હે રમવા જાવું કોનુંડો એવી રજા લેવી
હે ના ના મૈયારીએ જાવા મળશે નહિ
તમે આયા સો હમણાં જઈ
હેંડો હેંડો ને દૂધણી ભૈસો દોવી
હો સાયબા સોભળો તો તમને એક વાત કેવી…

હો ગોમે રે ગોમ થી મારી ગોઠેણો રે આવશે
ગોમ ના ગોંદરે ઢોલ કોનૂડા ના વાગશે
હો બધી વાત સાચી પણ અમને કોણ સાચવશે
તમારે તો ઠીક દાડા અમારા ચમ જાશે
હે અમે રોકાશું એક બે દાડો
મોનો મોનો સાયબા જી હા પાડો
મારે મૈયર જાવ ની રજા લેવી
હે હે મને ખબર હતી શું તારે વાત કેવી…

હો જવાની ના નથી પણ અમને નથી ફાવતું
તમારા રોધ્યાં વગર અમને નથી ભાવતું
હોહો ગોડા મારા સાયબા તમે ગોડપણ મેલો ને
વેળા વીતી જાય રજા પ્રેમ થી આલો ને
હે આવું તમારી હારો હાર હું
પછી રેજે બે ના ચાર દાડા તું
તમે કોનુંડો રંગ ભરી ને રમી રે લેજો
હો સાયબા હેંડો હવે ઘણી નથી વાર કરવી
લો હેંડો હેંડો ને બીજી નથી વાત કરવી…


Leave a Reply

Your email address will not be published.