15 આયુ કોઈ ઘરમાં કે એના રે જીવનમાં


હો છેલ્લીવાર ફોનમાં એમ રે કહ્યું
મુક બકા ફોન કોક આવી રે ગયું
રાત દિવસ આવે એક જ વિચાર
ફોન મુક્યા પછી ના કોઈ સમાચાર
ખટકે ઈ વાત મનમાં
આયુ કોઈ ઘરમાં કે એના રે જીવનમાં
હો છેલ્લીવાર ફોનમાં એમ રે કહ્યું
મુક બકા ફોન કોક આવી રે ગયું

હો થયું શું હશે નથી કાંઈ સમજાતું
કેવી રે કોને મારા દલડાની વાતું
નથી રે જોવાતી મને હવે એની વાટુ
કેટલા દાડાથી મારી જાગી જાય રાતું
હો દાડા થયા છે આજે દસ બાર
બેન્ડ મારી ગયું છે મગજ મારૂ યાર
સાચું શું હશે વાતમાં
આયુ કોઈ ઘરમાં કે એના રે જીવનમાં
હો છેલ્લીવાર ફોનમાં એમ રે કહ્યું
મુક બકા ફોન કોક આવી રે ગયું

હો એવી તે એની શું હશે મજબુરી
મારાથી એકદમ કરી દીધી દુરી
યાદ ના આવી એને બિલકુલ મારી
એના વગર મારી જિંદગી અધુરી
કોઈ ગોતી રયો હશે આવો મારો ઘા
એને લગાડી દીધી મારી રે વાટ
રડે છે મારો આત્મા
આયુ કોઈ ઘરમાં કે એના રે જીવનમાં
હો છેલ્લીવાર ફોનમાં એમ રે કહ્યું
મુક બકા ફોન કોક આવી રે ગયું


Leave a Reply

Your email address will not be published.