હો મારી જિંદગી જતી રઈ જો એની રાહમાં
મારી જિંદગી જતી રઈ જો એની રાહમાં
હવે એ કહે છે કે તું મને ચાહ ના
હે મારી જિંદગી જતી રઈ જો એની રાહમાં
હવે એ કહે છે કે તું મને ચાહ ના
હો જખમ દિલ ના
હો જખમ દિલ ના મારા નથી રે રૂઝાતા
તારા આ જવાબથી મન મારા રે મુંઝા
નથી ભુલાતી તારી યાદો ,એ વાતો રે
હવે એ કહે છે કે તું મને ચાહ ના
હો દુઃખ તે દીધું એવું નથી સહેવાતું
તારા વગર મને નથી રહેવાતું
હો દિલની ધડકનમાં એક નામ તારૂં
દિલને મારા મારી ગઈ તું તાળું
હો લોકો ઉડાવે મારી હસી
મારા રૂંદિયે ગઈ ખસી ,એ ખસી રે
હવે એ કહે છે કે તું મને ચાહ ના
હવે એ કહે છે કે તું મને ચાહ ના
હૈયાની હદ વટાવી હાલી મારા દિલથી
વ્હાલી હતી મને તું મારા જીવથી
હો સળગી ગયા મારા સપના રે સારા
હૈયે હોશ નથી આંખે આસુંડા ની ધારા
હો હૈયે હળગાવી તે તો હોળી
મારૂ દિલ ગઈ બાળી , એ બાળી રે
હવે એ કહે છે કે તું મને ચાહ ના
હવે એ કહે છે કે તું મને ચાહ ના