૧૦૦ દાડા તારાને ૧ દાડો મારો
વારા પછી વારો તારો આવશે રે
મને રોવડાવ્યો એવું રોવું તારે પડશે
વારા પછી વારો હૌવનો આવશે રે
પાપનો રે ઘડો તારો જે દાડે છલકાશે
એ દાડે તારૂ હગુ કોઈ ના થાશે
૧૦૦ દાડા તારાને ૧ દાડો મારો
વારા પછી વારો હૌવનો આવશે રે
તારા ઉપર ઓધળો વિશ્વાસ રાખ્યો
તોયે તે જાનુડી મને ચોઈનો ના રાખ્યો
તારા સિવાય કોઈના હોમું ના તાક્યો
તોયે તે પ્રેમનો તરસ્યો મને રાખ્યો
કરેલા કર્મો તારે ભોગવવા રે પડશે
તારા જેવું બેવફા તને કોક મળશે
૧૦૦ દાડા તારાને ૧ દાડો મારો
વારા પછી વારો હૌવનો આવશે રે
તારા રે વિશ્વાસે મારા વાણ રે ડુબી જ્યાં
પ્રેમ રે કરીને તમે ચમ રે છુટી ગ્યાં
પ્રેમની લંકા તમે રે લુંટી જ્યાં
બેવફાનાં સંગમાં કરમ રે ફુટી જ્યાં
હાચુ કવ તો તને આવી નોતી ધારી
રાખમાં રોળી દીધી જિંદગી જીગાની
૧૦૦ દાડા તારાને ૧ દાડો મારો
વારા પછી વારો હૌવનો આવશે રે