28 હાથ તારા પીળા થઇ ગયા


એક વાર મળ્યા પછી ફરી ના મળ્યા
અમે મજબૂર તમે દૂર રે થઇ ગયા
આંખો મારી લાલ હાથ પીળા તારા થઇ ગયા
તારા હસ્તમેળાપ થયા મારા શ્વાસ તૂટી રયા
તમે ફરો ફેરા અમે જોતા રહી ગયા
આંખો મારી લાલ હાથ પીળા તારા થઇ ગયા

ખાધેલા કસમો તમે રે ભૂલી ગ્યા
અમે મજબૂર તમે દૂર રે થઇ ગયા
આંખો મારી લાલ હાથ પીળા તારા થઇ ગયા
આંખો મારી લાલ હાથ પીળા તારા થઇ ગયા
તારા ને મારા મનમેળ ના રહ્યા
જીવ થયા જુદા હવે એક ના રહ્યા
તારી ને મારી વાત જુદી રે હતી
તું મારો જીવ મારી જાન તું તો હતી
તારા પણ મારા જેવા હાલ રે હશે
તું પણ મારી જેમ રડતી રે હશે
આંખો મારી લાલ હાથ

ખાધેલા કસમો તમે રે ભૂલી ગ્યા
અમે મજબૂર તમે દૂર રે થઇ ગયા
આંખો મારી લાલ હાથ પીળા તારા થઇ ગયા
આંખો મારી લાલ હાથ પીળા તારા થઇ ગયા
હૈયામાં દર્દ હોઠે હસવું પડયું
હસતી આંખો ને રડવું રે પડયું
તારાથી જુદા થઇને જીવવું પડશે
એકલા એકલા રેવું રે પડશે
કઠણ કર્યું કાળજું ને દુઃખ બહુ સહ્યા
અમે તારા વિના હવે એકલા રે રહ્યા
આંખો મારી લાલ હાથ


Leave a Reply

Your email address will not be published.