તું હતી જોડે જિંદગી જન્નત હતી
માંગી દુવાને મળી મન્નત હતી
તું હતી જોડે જિંદગી જન્નત હતી
માંગી દુવાને મળી મન્નત હતી
જે હતી મારી દુનિયા એ મને ના મળી
ચાહવા છતાં તારી ચાહત ના મળી
મિલનના બદલમાં જુદાઈ મળી
જે હતી મારી દુનિયા એ મને ના મળી
જાણું છું તારી પણ કંઈક મજબુરી હશે
મારાથી દૂર રઈ તું પણ ના રાજી હશે
કેવા શું માંગતી મેં પણ ના જાણ્યું
હતું શું કારણ એ મને ના હમજાણું
તું તો ગઈ પણ તારી યાદો મુકી ગઈ
કેમ તું મને હાવ એકલો કરી ગઈ
જે હતી મારી દુનિયા એ મને ના મળી
હાથોની લકીરમાં નથી તું તકદીરમાં નથી
તારી જોડે રહેવું એ મારા રે નસીબમાં નથી
હતું સુખ તારી જોડે તું હતી મારી જોડે
વિધીના લેખ જોને નથી તું મારી જોડે
હતી શું મજબૂરી વાત ના કરી
જુદા થયા પછી ફરી ના મળી
જે હતી મારી દુનિયા એ મને ના મળી