32 મારા જેવો પ્રેમ તને ચ્યોંય નઈ મળે


દુવા કરું દિલથી તને દગો ના મળે
દુવા કરું દિલથી તને દગો ના મળે
હાચો પ્રેમ કર્યો હોય તો ખબર પડે
મારા જેવો પ્રેમ તને ચ્યોંય નઈ મળે
દુવા કરું દિલથી તને દગો ના મળે
હાચો પ્રેમ કર્યો હોય તો ખબર પડે
મારા જેવો પ્રેમ તને ચ્યોંય નઈ મળે

તરસે આજે દિલ મારુ જાનુ તારા માટે
તું પણ રડશે જાનુ જોજે મારા માટે
ઘાયલ આ પ્રેમી તને ફરી નહીં મળે
આજ પછી રે તને જોવા નહીં મળે
મારા જેવો પ્રેમ તને ચ્યોંય નઈ મળે

હાચો જૂઠો પ્રેમ તારો સમજી રે શક્યો ના
તારી જોડે રહી તને પારખી રે શક્યો ના
દુઃખ થયું દિલમાં મને ખોટું ઘણું લાગ્યું
રાખ્યા ઉપર તમે પોણી ફેરવી નાખ્યું
જાનુ મને પ્યાર તારો ઘડી ના ભુલાય
આંખો મારી રડયા કરે આંસુ ના રોકાય
ખરા ખોટાની તને ખબર ના પડે
વાગ્યા વગર તને અસર શું પડે
મારા જેવો પ્રેમી તને ચ્યોંય નઈ મળે

આજ કાલ જાનુ તમે લીધા મારા પારખાં
પોતાના હતા તોયે કરી દીધા પારકા
નથી હમજાતું દુઃખ દિલમાં ઘણું થાય છે
તારા વગર જોને જાનુ જીવ મારો જાય છે
આજે મારુ દિલ જાનુ ભડકે રે બળે
તોયે તને થોડો ઘણો ફેર ના પડે
ભલેને આશિક તને હજારો મળે
જીગા જેવો પ્રેમ તને ગોત્યો નહીં જડે
મારા જેવો પ્રેમ તને કોઈ નહીં કરે


Leave a Reply

Your email address will not be published.