48 મારે કોના સહારે જીવવું


શું કરવું કે શું ના કરવું
મારે કોના સહારે જીવવું
હે મારે કોના સહારે જીવવું
ખબર પડી નઈ મને તારા પ્રેમની
તું ભુલી ગઈ મને રે કેમની
ખબર પડી નઈ મને તારા પ્રેમની
તું ભુલી ગઈ મને રે કેમની
પ્રેમની માયા જાળમાં ફસાવી લીધો
પછી મને કાંટાળી રાહ પર છોડી દીધો
મને કાંટાળી રાહ પર એકલો છોડી દીધો

મન મંદિરની તને માનીતી દેવી
લાવી ઘડી તે મારા જીવનની કેવી
હો ચાંદ તારાની સાથે પ્રેમ કર્યો તો
હું તો તારા પર સદા એ મર્યો તો
હો તું ધડકન હતી મારા દિલની
બની દુશ્મન કેમ મારા જીવનની
પ્રેમની માયાજાળમાં ફસાવી લીધો
પછી મને કાંટાળી રાહ પર છોડી દીધો
મને કાંટાળી રાહ પર એકલો છોડી દીધો

શું હતી ભુલ મારી શું મારામાં ખામી
તારા લીધે તો મારી થઇ બદનામી
માંગવો હોત તો જીવ માંગી લેવો તો
આમ પાગલ બનાવી ના દેવો તો
બેવફા બની તોયે સુખી તું રેજે
મારી યાદોને સદા દફનાવી દેજે
મારા અંતરના એવા આશિષ મળે
ભલે મારી આંખો સદા રડતી રહે
ભલે હસતી મારી આંખો સદા રડતી રહે
શું કરવું કે શું ના કરવું
મારે કોના સહારે જીવવુંમારે કોના


Leave a Reply

Your email address will not be published.