મારી ભુલોની ભુલનારી રે
ભુલી રે ભુલાતી નથી
મને હૈયેથી હેત કરનારી રે
ભુલી રે ભુલાતી નથી
મારા માટે દુનિયાથી લડનારી રે
એતો ભુલી રે ભુલાતી નથી
મીઠુંડી રે વાતો કરી માથે હાથ ફેરવે
હરપલ નામ મારૂં એના જીભના રે ટેરવે
હો …એક થાળીમાં રોજ જમે મારી રે સાથે
પેલો કોળીયો ખવડાવે મને એના હાથે
જીગાને જીવની જેમ રાખનારી રે
એતો ભુલી રે ભુલાતી નથી
મારી ભુલોની ભુલનારી રે
એતો ભુલી રે ભુલાતી નથી
હો મારી દરેક વાતનું રે ધ્યાન એને હતું
એનું ને મારૂં ખાલી ખોળિયું નોખું હતું
હો …એના રે વાલપે મારૂં સવાર રે થાતું
કોને કરૂં આવી મારી વેદનાની વાતું
મારા બોલેલા બોલ જીલનારી રે
એતો ભુલી રે ભુલાતી નથી
મારી ભુલોની ભુલનારી રે
એતો ભુલી રે ભુલાતી નથી
મને ભુલી રે ભુલાતી નથી
એતો ભુલી રે ભુલાતી નથી