51 કાન્હા તારી બંસરી


કાન્હા તારી બંસરી ના સુર
કાન્હા તારી બંસરી ના સુર
મને બહુ યાદ આવે છે હો
કાન્હા તારી બંસરી ના સુર
મને બહુ યાદ આવે છે હો…

કાળી વેરણ રાતડીયે
મને બહુ રડાવે છે હો
હો બની હું તો બાવરી રે
બની હું તો બાવરી રે
હું તો મારા શ્યામની રે હો
હો કાન્હા તારી બંસરી ના સુર
મને બહુ યાદ આવે છે હો
મને બહુ યાદ આવે છે…

હો આંખડીના તારા કેમ છો રીસાણા
જનમો જનમ અમે તમારા દિવાના
હો આંખડી ના તારા કેમ છો રીસાણા
જનમો જનમ અમે તમારા દિવાના
તરસે આંખ મારી રે
તરસે આંખ મારી રે
વાટ જુવે તારી રે હો
સુરત તારી પ્યારી રે
મને બહુ યાદ આવે છે હો
મને બહુ રડાવે છે…

હો પ્રેમની પરીક્ષા કેવી તમે લીધી
તારી રાધાને કેમ ગાંડી ધેલી કીધી
હો પ્રેમની પરીક્ષા કેવી તમે લીધી
તારી રાધાને કેમ ગાંડી ધેલી કીધી
ગાંડી ધેલી કીધી
હું તો ચાહું કાન્હા ને
હું તો ચાહું કાન્હા ને
મન દીધ્યુ વ્હાલા ને હો…

હો બની હું તો બાવરી રે
બની હું તો બાવરી રે
હું તો મારા શ્યામની રે હો
મારા કાન્હા તારી બંસરી ના સુર
મને બહુ યાદ આવે છે હો
કાળી વેરણ રાતડીયે
મને બહુ રડાવે છે હો
મને બહુ યાદ આવે છે હો
મને બહુ રડાવે છે…


Leave a Reply

Your email address will not be published.