56 કાન આવો તો માખણના


હે કાન આવો તો માખણના માટ છે રે.
હે આખા જગને વાલમ તારી વાટ છે રે.
હે કાન આવોતો માખણના માટ છે રે…

હે નેણે નેણે થી ઉભરાતા નીર છે રે.
હે એનો ધુધવતો જમુનાનો ધાટ છે રે.
હે કાન આવોતો માખણના માટ છે રે.

હવે વઢ વેડ ના બોલ નહિ બોલીએ રે.
હે તને ગમશે એવી ઘણી વાત છે રે.
હે કાન આવોતો માખણના માટ છે રે.

હે તને ગોવાળો વગડામાં ગોત્તતા રે.
હે એના ખડિયામાં તારા સાટું વાટ છે રે.
હે કાન આવોતો માખણના માટ છે રે.

હે કાન ચાંદો તું વ્રજનો સોહામણો રે.
રાજ તું વીણતો અંધારી રાત છે રે.
હે કાન આવોતો માખણના માટછે રે.


Leave a Reply

Your email address will not be published.