51 લળી લળી પાય લાગુ


લળી લળી પાય લાગુ
હે દયાળી દયાં માગુ રે મોગલ માડી

એ માં તુ ચૌદ ભુવન મા રેતી
ઉડણ મા આભ લેતી
છોરુડા ને ખમ્મા કહેતી માં
મોગલ માડી…..

એ મેળો છે માં ને વ્હાલો
નમી ને આઇ ને હાલો
આયલ ના વેણે હાલો
માં મોગલ માડી…..

એ દાઢાળી દેવ એવી ગરજી
સુણો અમારી અરજી
આગળ તમારી મરજી
મોગલ માડી…..

દાન અલગારી કહે છે
ભામીણા તોળા લે છે
તને ઉદો ઉદો કે છે રે
મોગલ માડી…..


Leave a Reply

Your email address will not be published.