60 વાવડીનાં પાણી ભરવા ગ્યાંતા


હો રાજ રે !
વાવડીનાં પાણી ભરવા ગ્યાં’તા
મને કેર કાંટો વાગ્યો.

હો રાજ રે !
વડોદરાના વૈદડા તેડાવો,
મારાં કાંટડિયા કઢાવો,
મને પાટડિયા બંધાવો;
મને કેર કાંટો વાગ્યો.

હો રાજ રે !
ધોરાજીના ઢોલિયા મંગાવો,
માંહી પાથરણાં પથરાવો,
આડા પડદલા બંધાવો;
મને કેર કાંટો વાગ્યો.

હો રાજ રે !
ઓશરિયેથી ખાંડણિયા રે કાઢો,
મારા ધબકે ખંભા દુખે;
મને કેર કાંટો વાગ્યો.

હો રાજ રે !
સસરાજીને ચોવટ કરવા મેલો,
મને ઘૂંઘટડા કઢાવો;
મને કેર કાંટો વાગ્યો.

હો રાજ રે !
નણંદડીને સાસરિયે વળાવો,
એનાં છોરુડાંને સોતી,
મને કેર કાંટો વાગ્યો.

હો રાજ રે !
ફળિયામાંથી પાડોસણને કાઢો,
એના રેંટિયાને સોતી,
મને કેર કાંટો વાગ્યો.


Leave a Reply

Your email address will not be published.