એક ઝાડ માથે ઝૂમખડું,
ઝૂમખડે રાતાં ફૂલ રે,
ભંવર રે રંગ ડોલરિયો.
એક ગોખ માથે ભાભલડી,
ભાભીના રાતા રંગ રે
એક બેન માથે ચૂંદલડી,
ચૂંદલડીએ રાતી ભાત રે
એક માંચી બેઠા સાસુજી,
સાસુની રાતી આંખ રે
એક ઓરડે ઊભા જેઠાણી,
એને સેંથે લાલ સિંદુર રે
એક મેડી માથે દેરાણી,
એના પગમાં રાતો રંગ રે
એક ફળિયા વચ્ચે નણદલડી,
એનાં પગલાં લાલ હીંગોળ રે
એક ઢોલિયો પોઢ્યા પ્રીતમજી,
એના ઢોલિયાનો રંગ રાતો રે
એક દરિયા કાંઠે સેજલડી,
સેજલડીએ રંગ હીંડોળ રે