આ શો રૂડો બંસીબટનો ચોક,
કે મળી મહી વેકવા રે લોલ;
મારગ મળિયા મ્હારા નાથ,
કે મુજને આંતરી રે લોલ.
ફોડ્યાં મ્હારાં મહીનાં માટ
કે ગોરસ મ્હારાં ઢોળિયાંરે લોલ;
ગોપી ચાલી નન્દ દરબાર
કે ગોકુળ ગામની રે લોલ.
વારો, જશોદા તમરા (ક હા)ન,
કે નિત આડી કરે રે લોલ.
ફોડ્યાં મ્હારાં મહીનાં માટ,
કે કે ગોરસ મ્હારાં ઢોળિયાંરે લોલ;
જશોદાને ચડિયલ રીસ,
કેલટૅકે નીસર્યાં રે લોલ;
હાથમાં લીધી કરેણની સોટી
કે કૃષ્ણ કદંબ ચડ્યા રે લોલ.
ઊતરો ઊતરો, મ્હારા બાળ
કે કહું એક વાતડી રે લોલ;
માતા જશોદા તંમારી આણ,
કે ગોપી સર્વે જૂઠડી રે લોલ.