89 નણદલ માગે લહેરિયું રે બાઈ


મારા લહેરિયામાં લાગી લૂંટાલૂંટ હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ

મારા દાદાનું દીધેલું લહેરિયું રે બાઈ
મારી માતાની બાંધેલ લાંક હો
નણદલ માગે લહેરિયું રે બાઈ

ચારે ખૂણે ચાર ડાબલાં રે બાઈ
નણદી ! સારેરાં જોઈ જોઈ લિયો હો.
નણદલ માગે લહેરિયું રે બાઈ

શું રે કરું તારા ડાબલાં રે બાઈ
મને લહેરિયાની ઘણી ઘણી હામ હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ

ચારે ખૂણે ચાર બેડલાં રે બાઈ
નણદી ! સારેરાં જોઈ જોઈ લિયો હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ

શું રે કરું તારાં બેડલાં રે બાઈ
મને લહેરિયાની ઘણી ઘણી હામ હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ

સામી ઘોડાહારે ચાર ઘોડલાં રે બાઈ
નણદી ! સારેરાં જોઈ જોઈ લિયો હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ

શું રે કરું તારા ઘોડલાં રે બાઈ
મને લહેરિયાની ઘણી ઘણી હામ હો,
નણદલ માગે લહેરિયું રે બાઈ

સામી વળગણિયે લહેરિયું રે બાઈ,
નણદી લઈને અદીઠડાં થાવ હો રે બાઈ
નણદલ માગે લહેરિયું રે બાઈ


Leave a Reply

Your email address will not be published.