ઉંચા ઉંચા રે માડી તારા ડુંગરા રે લોલ
ડુંગર ઉપર ટહુકે ઝીણા મોર
કે ગરબે રમવા આવજો રે લોલ
ઉંચા ઉંચા રે માડી તારા ડુંગરા રે લોલ
પહેલી કંકોત્રી રે પાવાગઢ મોકલો રે લોલ
હૈ દે જો મારી કાળકા માં ને હાથ
કે ગરબે રમવા આવજો રે લોલ
ઉંચા ઉંચા રે માડી તારા ડુંગરા રે લોલ
બીજી કંકોત્રી રે ચોટીલા મોકલો રે લોલ
હે દે જો મારી ચામુંડા માં ને હાથ
કે ગરબે રમવા આવજો રે લોલ
ઉંચા ઉંચા રે માડી તારા ડુંગરા રે લોલ
ત્રીજી કંકોત્રી રે ભાવનગર મોકલો રે લોલ
હે દે જો મારી ખોડલ માં ને હાથ
કે ગરબે રમવા આવજો રે લોલ
ઉંચા ઉંચા રે માડી તારા ડુંગરા રે લોલ