સોના નો ગરબો માંને રૂપલા ઈંઢોણી
હે ઈંઢોણીએ રતન જડાવું હો માં
ગરબે રમો તો રંગ જામશે
સોના નો ગરબો માંને રૂપલા ઈંઢોણી
ગરબો લઈને અમે ઉંઝા ગામ ગ્યાતા
ઉમિયા માં બારણા ઉગાડો હો માં
ગરબે રમો તો રંગ જામશે
સોના નો ગરબો માંને રૂપલા ઈંઢોણી
ગરબો લઈને અમે આરાસુર ગ્યાતા
અંબે માં બારણા ઉગાડો હો માં
ગરબે રમો તો રંગ જામશે
સોના નો ગરબો માંને રૂપલા ઈંઢોણી
ગરબો લઈને અમે ખેડા ગામ ગ્યાતા
મેલડી માં બારણા ઉગાડો હો માં
ગરબે રમો તો રંગ જામશે
સોના નો ગરબો માંને રૂપલા ઈંઢોણી
ગરબો લઈને અમે ચોટીલા ગ્યાતા
ચામુંડા માં બારણા ઉગાડો હો માં
ગરબે રમો તો રંગ જામશે
સોના નો ગરબો માંને રૂપલા ઈંઢોણી
ગરબો લઈને અમે પાવાગઢ ગ્યાતા
મહાકાળી માં બારણા ઉગાડો હો માં
ગરબે રમો તો રંગ જામશે
સોના નો ગરબો માંને રૂપલા ઈંઢોણી