કાનજી,ક્યાં રમી આવ્યા રાસ….
કાનજી, ક્યાં રમી આવ્યા રાસ….
હે ઘેલી રાધાનું
હે ઘેલી રાધાનું દલડું ઉદાસ…..
ક્યાં રમી આવ્યા રાસ..
કાનજી, ક્યાં રમી આવ્યા રાસ…
અમે ગયાતાં ગોરી સોનીડા નાં દેશમાં,
સોનામાં ભાન અમે ભૂલ્યાં
હો..સોનામાં ભાન અમે ભૂલ્યાં..
અમે જાણ્યું કે તમે સોનારણ કેરા
ચમકતાં રૂપમાં ડોલ્યાં..
ચમકતાં રૂપમાં ડોલ્યાં..
કાનજી, ક્યાં રમી આવ્યા રાસ…
અમે ગયાતાં ગોરી કાના નાં બાગમાં,
મારગમાં ભાન અમે ભૂલ્યા
હો..મારગમાં ભાન અમે ભૂલ્યા
અમે ધાર્યું કે તમે ગોરી ગોવાલણના
ગોરસિયા રૂપમાં મોહયા
ગોરસિયા રૂપમાં મોહયા
કાનજી, ક્યાં રમી આવ્યા રાસ…