76 મને લાગે છે વ્હાલો યશોદાનો લાલો


મને લાગે છે વ્હાલો, યશોદાનો લાલો,
માધવ મતવાલો મતવાલો
હો હો માધવ મતવાલો મતવાલો…

જન્મ જેલમાં થયો,
તોય ખીલતો રહ્યો,
નથી કીધા નિરાશાના ખ્યાલો..
માધવ મતવાલો મતવાલો
હો હો માધવ મતવાલો મતવાલો…
મને લાગે છે વ્હાલો,

જીત્યા ગોપીઓના ચિત,
અને લૂટ્યા નવનીત,
તોયે લાગ્યો સકલ ને એ વ્હાલો..
માધવ મતવાલો મતવાલો
હો હો માધવ મતવાલો મતવાલો…
મને લાગે છે વ્હાલો,

ધર્યો ગોવર્ધન હાથ,
ભરી ઈન્દ્ર સાથે બાથ,
ભલે નાનો ગાયોનો ગોવાળૉ…
માધવ મતવાલો મતવાલો
હો હો માધવ મતવાલો મતવાલો…
મને લાગે છે વ્હાલો,


Leave a Reply

Your email address will not be published.