કાન તારી મોરલીએ મોહીને ગરબો ઘેલો કીધો
કે એવા સરવણ સાંઝ ની રે માઝમ રાત ની
જીરે મોરલી ક્યારે વાગી
જીરે મોરલડી ક્યારે વાગી
કાન તારી મોરલીએ મેં તો મોહીને
રોતા બાળ મેલ્યા
કાન તારી મોરલીએ મોહીને રોતા બાળ મેલ્યા
કે એવા સરવણ સાંઝ ની રે માઝમ રાત ની
જીરે મોરલી ક્યારે વાગી
જીરે વાંસલડી ક્યારે વાગી
હે…. કાન તારી મોરલીએ મોહીને
માને બાપ મેલ્યા
કાન તારી મોરલીએ મોહીને માને બાપ મેલ્યા
કે એવા સરવણ સાંઝ ની રે ગુઢારાગ ની
જીરે મોરલી ક્યારે વાગી
જીરે વાંસલડી ક્યારે વાગી
હે…. કાન તારી રે મોરલીએ મેં તો રે મોહીને
માને મોસાળ મેલ્યા
કાન તારી મોરલીએ મોહીને માને મોસાળ મેલ્યા
કે એવા સરવણ સાંઝ ની રે માઝમ રાત ની
જીરે મોરલી ક્યારે વાગી
જીરે મોરલડી ક્યારે વાગી