મા તું પાવાની પટરાણી ભવાનીમા
કાળકા રે લોલ
મા તારે ડુંગરડે ચડવું તે અતિઘણું
દોહ્યલું રે લોલ.
મા તારા મંડપના દર્શન રે કરવાં
અતિ દોહ્લાલા રે લોલ
મા તારે ગામ ગરબે ગૂંજ ફરતે
પૈદા થયો રે લોલ
મા તારે કાંડે કંડલા જોડ રે
ઝાંઝરી ઝગમગે રે લોલ
મા તારે અંગુઠ વીંછીંયા પાન રે
ઘૂઘરી રણઝમે રે લોલ.
મા તારે દસે આંગળીયે વેઢ રે
પહોંચા પરવળે રે લોલ
હે મા તારે શ્રવણ ઝબૂકે ઢાલ,
કંઠે હાર શોભતા રે લોલ
મા તારી ટીલડી તોઅલ લાખ રે
સેંથે શોભતો રે લોલ
મા તારે નાકે નથેશ્વર ઊંચી કે
શોભા બહુ બની રે લોલ