કોઈ ગોકુલ મથુરામાં જાય રે
લખીએ કાગળિયું રે પ્રેમનું
કોઈ કાના ને મનાવા જાય રે
કાગળ લખું કપૂરથી ને
વિધ વિધ કરું પ્રણામ
હે જેદી થી જુદા પડ્યા
પડા વેદોથી નિંદ્રા હરામ રે
લખીએ કાગળિયું રે પ્રેમનું
કાગળ થોડા ને હેત ઘણા
આતો મુખથી કયા ન જાય
રત્ના ઘર સાગરમાં નીર ઘણા
ગાગરમ ન સમાય
લખીએ કાગળીયો રે પ્રેમ
ખેતર હોય તો ખેડે
આતો ડુંગર ખેડીયા ન જાય
હે કાગળ વાંચીએ
આતો કરમ વર્યા ના જાય રે
લખીએ કાગળીયો રે પ્રેમ
પ્રેમ ની વાડી નીપજે
ને પ્રેમને હાટી વિચાય
નેહ વિના નાથજી એ તો
કુબ્જાને મોલે જાયરે
લખીએ કાગળીયો રે પ્રેમ