તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે મને ગમતું રે
આ તો કહું છું રે પાતળીયા તને અમથું
તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે મને ગમતું રે
આ તો કહું છું રે પાતળીયા તને અમથું
તારા પગનું રે પગરખું ચમચમતું રે
તારા અંગનું રે અંગરખુ તસતસતું રે
મને ગમતું રે આતો કહું છું રે પાતળીયા તને અમથું
તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે મને ગમતું રે
આ તો કહું છું રે પાતળીયા તને અમથું
હે પારકો જાણીને તને ઝાઝું શું બોલવું
ને અણજાણ્યો જાણી તને મન શું ખોલવું રે
હે પારકો જાણીને તને ઝાઝું શું બોલવું
ને અણજાણ્યો જાણી તને મન શું ખોલવું રે
હે તને હે તને છેટો રે ભાળીને મન ભમતું રે મને ગમતું રે
આ તો કહું છું રે પાતળીયા તને અમથું
તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે મને ગમતું રે
આ તો કહું છું રે પાતળીયા તને અમથું
હે કોણ જાણે કેમ મારા મનની રે ભીતરમાં એવું તે ભરાયું શું
કોણ જાણે કેમ મારા મનની રે ભીતરમાં એવું તે ભરાયું શું
એક મને ગમતો આભનો ચાંદલોને બીજો ગમતો તું
એક મને ગમતો આભનો ચાંદલોને બીજો ગમતો તું
હે ઘરમા ખેતરમાં કે ધરતીના થરમાં
હે ઘરમા ખેતરમાં કે ધરતીના થરમાં
તારા સપનનમાં મન મારું રમતું રે મને ગમતું રે
આ તો કહું છું રે પાતળીયા તને અમથું
તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે મને ગમતું રે
આ તો કહું છું રે પાતળીયા તને અમથું