ગોકુળ ગામને ગોંદરે
સાહેલી મોરી રે… ગોકુળ તે ગામને ગોંદરે
મારો વા’લો વગાડે વેણ અલબેલો
છેલછબીલો કાનુડો…
સાહેલી મોરી રે…ઉતારા દેશું ઓરડા
અમે દેશું મેડીના મોલ અલબેલો
છેલ…
સાહેલી મોરી રે…નાવણ દેશું કુંડિયાં
અમે દેશું જમુનાનાં નીર અલબેલો
છેલ…
સાહેલી મોરી રે…ભોજન દેશું લાપશી
અમે દેશું કઢિયેલાં દૂધ અલબેલો
છેલ…
સાહેલી મોરી રે… પોઢણ દેશું ઢોલિયા
અમે દેશું હિંડોળાખાટ અલબેલો…
છેલ…