હાલ કાના મને દ્વારકા દેખાડ કોડીલા કાન રે
હે વાલા રહી ના શકું તમ વિના,
હાલ કાના મને ગોમતીમાં
નવરાઈ કોડીલા કાન રે
હે વાલા રહી ના શકું તમ વિના..
કાના મને દ્વારકા દેખાડ,
સામેકાંઠે વ્હાલો વેણુવગાડે જી હો જી,
ધેનુ તણો નહીં પાર રે
મોરલીયે મન હેરીલીધા તારી,
બંસરી કામણગાર રે,
હે વાલા રહી ના શકું તમ વિના,
ઊંચા દેવળ દ્વારકાના જી હો જી,
આથમણે દરબારનો
નીચે ગળેળે ગોમતી ત્યાંતો,
થાય છે નાટા નામનો
હે વાલા રહી ના શકું તમ વિના,
કાનો કાનો સૌ કહે છે હો જી,
કાનો મારો પ્રાણ
ભાણ પ્રતાપે ગાય રતનદાસ,
શામળો ભીનેવાન રે
હે વાલા રહી ના શકું તમ વિના,