90 નંદલાલા ને માતા યશોદાજી સંભારે


નંદલાલા ને માતા યશોદાજી સંભારે
મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુલમાં
હે નંદલાલા ને માતા યશોદાજી સંભારે

હે સોના રૂપા ના અહિ વાસણ મજાના
કાસા ની થાળી મારી રહી ગઈ ગોકુલમા
હે નંદલાલા ને માતા યશોદાજી સંભારે

હે છપ્પન ભોગ અહી થાળ ધરાય છે
માખણ ને મિસરી મારી રહી ગઈ ગોકુલમા
હે નંદલાલા ને માતા યશોદાજી સંભારે

હે હીરા મોતીના અહી થાળ ધરાય છે
ગુજાની માળા મારી રહી ગઈ ગોકુલમાં
હે નંદલાલા ને માતા યશોદાજી સંભારે

હીરા મોતીના અહી મુકુટ પહેરાઈ છે
મોરપીછ પાઘ મારી રહી ગઈ ગોકુલમાં
હે નંદલાલા ને માતા યશોદાજી સંભારે

હે હાથીને ઘોડા અહી જુલે આંબડીયે
ગોરી ગોરી ગાવડી મારી રહી ગઈ ગોકુલમાં
હે નંદલાલા ને માતા યશોદાજી સંભારે


Leave a Reply

Your email address will not be published.