એ પિયુ વારે વારે આમ ના દેખો
નજારો ના બાણે મારી નાખશો
હો ના શરમાવો વાલીડા અમને
ચ્યો હુદી આમ જોયા કરશો
હો એક વાર દિલ માં જોઈ લેને તારા
એક નૈ લાખો ફોટા પડ્યા છે મારા
એ ખાઓ સોગંધ વાલીડા તમે મારી
ના કદી મને જુદી કરશો
એ પિયુ વારે વારે આમ ના દેખો
નજારો ના બાણે મારી નાખશો
એ સાથ મળ્યો તારો હવે બીજું શું જોઈએ
જીવવા માટે વાલીડા તું જ એક જોઈએ
હો તમારા વગર અમે ઘડી પણ ના રહીએ
ડગલે તમારા ડગલું અમે ભરીએ
હો અમારી કોઈ ટેવ ના ગમતી હોય તમને
છોડી દેશું કેજો ના ખોટું લાગે અમને
હો ભૂલ થાય તો દેજો એક મોકો
દિલમાં ખોટું ના લગાડશો
હો પિયુ વારે વારે આમ ના દેખો
નજારો ના બાણે મારી નાખશો
હો મીઠી મીઠી તારી નાદાની મને ગમતી
તારી મારી વાતો રોજ ડાયરી માં લખતી
હો હો મન ના મંદિર નો તુજ મારો ભગવાન
ભવો ભવ તને દીધા દલડા દાન
દિલ નો છે એ ભોળો મારો વાલમ રૂપાળો
ઘડીએ ઘડી કરે ઓખડી નો ચાળો
એ કોઈ એ કોઈને ના કર્યો હોય જગમાં
એટલો મને પ્રેમ કરજો
એ પિયુ વારે વારે આમ ના દેખો
નજારો ના બાણે મારી નાખશો