ખોડીયાર છે જોગમાયા મામડીયાની
ખોડીયાર છે જોગમાયા
રાજ્યરે આઈ ખોડીયાર બિરાજતા
પરચા અનેરા દેતા
મામડીયાની ખોડીયાર છે જોગમાયા
માજી ને પારે માનતાઓ આવતી
ઘી લાપસી ના ખાણા
મામડીયાની ખોડીયાર છે જોગમાયા
માજી ની પારે વાંઝીયાઓ આવતા
નિર્ધન ને ધન દેનારી
મામડીયાની ખોડીયાર છે જોગમાયા
માજી ની પાસે નીર્ઘનીયા આવતા
નિર્ધન ને ધન દેનારી
મામડીયાની ખોડીયાર છે જોગમાયા
માજી પારે આંધળાઓ આવતા
આંધળાને આખો દેનારી
મામડીયાની ખોડીયાર છે જોગમાયા
માજી પારે પાંગળાઓ આવતા
પાંગળાને પગ દેનારી
મામડીયાની ખોડીયાર છે જોગમાયા
માજી પારે કોઢિયાઓ આવતા
કોઢિયાને કાયા દેનારી
મામડીયાની ખોડીયાર છે જોગમાયા