સોના રૂપા નો ગરબો મેલાયો
સોના રૂપા નો ગરબો મેલાયો
જગમગતા દિવડે ને ફૂલડે સજાયો
સોના રૂપા નો ગરબો મેળાયો
જગમગતા દિવડે ને ફૂલડે સજાયો
હો કંકુ કેસર નો સાથિયો પુરાયો
હો કંકુ કેસર નો સાથિયો પુરાયો
હે સાચા મોતીડે ગરબો વધાયો
હે સાચા મોતીડે ગરબો વધાયો
જગમગતા દિવડે ને ફૂલડે સજાયો
જગમગતા દિવડે ને ફૂલડે સજાયો..
હે ચાચર ચોકમાં થયા અજવાળા
દીપી ઉઠયા નગર ને રજવાડા
હે ગરબો જોવા સૌ દેવ રે આવ્યા
ચાચર ચોકમાં થયા અજવાળા
દીપી ઉઠયા નગર ને રજવાડા
હે ગરબો જોવા સૌ દેવો રે આવ્યા
હો કંકુ કેસર નો સાથિયો પુરાયો
હો કંકુ કેસર નો સાથિયો પુરાયો
હે સાચા મોતીડે ગરબો વધાયો
જગમગતા દિવડે ને ફૂલડે સજાયો..